બધી ભ્રમણાઓ તૂટી ગઈ, શબ્દોની લેવડદેવડમાં,
કલ્પનાઓ બધી ખરી ગઈ, શબ્દોની લેવડદેવડમાં....
હતી જે વાર્તાઓ અધૂરી, રહી ગઈ દિલમાં,
તૃષણાઓ બધી મરી ગઈ, શબ્દોની લેવડદેવડમાં...
સબંધોના સેતુ રચ્યા હતા, વિશ્વાસની ઈંટોથી,
ભીંતો બધી ખરી ગઈ, શબ્દોની લેવડદેવડમાં....
હતી એક અહેસાસ ની જે દિલમાં સંઘરેલો,
ધુમ્મસ જેમ ઊડી ગઈ, શબ્દોની લેવડદેવડમાં....
'મૌન' કવિતા હતી લાગણીઓની હૃદયના આંગણે,
ફરી ફરિયાદ ઊભરી ગઈ, શબ્દોની લેવડદેવડમાં....