આપણે આપણા સંતાનોના સારા ભવિષ્ય માટે ભલે કરોડો રૂપિયા ભેગા કરીએ, પરંતુ
જ્યાં સુધી આપણા સંતાનોને એમના જીવનના અલગ અલગ પડાવે અણધાર્યા આવતા ગમે તેવા સમય અને સંજોગો વખતે, જેમકે
સામાજિક સાંસારિક વ્યવહારિક અને વ્યાવસાયિક ક્ષેત્રે આવતા ઉતાર ચઢાવ વખતે
શું સારું અને શું ખરાબ ? એનું જ્ઞાન નહીં હોય તો ભલે એમની પાસે કરોડોની સંપત્તિ હશે, છતાં
એના જીવનમાં સુખ અને શાંતિ કાયમી સ્થાયી થવી અસંભવ છે,
આનાથી વિપરીત જો આપણા સંતાનોને દુનિયાદારીનું સંપૂર્ણ જ્ઞાન હશે, તો પછી ભલે એમની પાસે પૈસો થોડો ઓછો હશે, પરંતુ સુખ અને શાંતિ
એતો ભરપૂર જ રહેશે.