Parmar Mayur 1 year ago

કોઈ કંઈ ગળે સખ્તાઈ થી બાંધે, પછી ભલે કોઈ ફકીરે આપેલ દોરો કે સોનાનું રહ્યું મંગળસૂત્ર. તે મનને મુંઝારો કરવા લાગે, ધીરે ધીરે શ્વાસ રુંધાઈ પછી, ચિચિયારીઓ અને આક્રંદ. ક્યારેક કે પછી ચિચિયારીઓનું સ્થાન 'મૌન' પણ લઈ લે છે. પોતાનું જ બનાવા ,રાખવાં કે પછી હક જતાવી રાખવા, સખ્તાઈ થી બાંધેલ બંધન જ ગુંગળાવી નાખે છે. પછી ભલે હોય સંબંધ કે શ્વાસ બસ અટકી અટકીને ધબકાર કરે. ક્યારેક બંધનમાં રાખેલ પંખીને, મુક્ત ગગનમાં વિહરવા દો. પછી સમજાય છે કે તે આઝાદ થઈને, બંધાઈ ગયું સ્નેહમાં. વહેતું જળ કેવો ખળખળ અવાજ કરે શુદ્ધતા સાથે, જળમાં ખુદનું પ્રતિબિંબ દેખાઇ જાય. સાચે જ ખુદનું જ પ્રતિબિંબ! મુક્તિ માટે પણ મુક્ત થવું પડે જડતા થી, જડત્વ સજીવ ક્યાં ભાસે ? ભાસે તો પછી ભ્રમણા.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now