" રહી ગયાં "
દિલમાં એમની યાદોનાં જ નિશાન રહી ગયાં.
એ તો ચાલ્યાં ગયાં, ને અમે હેરાન રહી ગયાં.
સપનાં તૂટ્યાં આંખનાં એક પછી એક એ રીતે,
કે, શું કહું? દિલનાં અધૂરાં અરમાન રહી ગયાં.
ચોમેર છવાઈ ગઈ નિર્જનતા, હૃદયની ધરા પર!
વેરાન આ હૃદયમાં બસ ખાલી મકાન રહી ગયાં.
ખબર નો'તી પ્રેમમાં જરૂરી હોય છે હોશિયારી,
પ્રણયની શતરંજમાં અમે તો નાદાન રહી ગયાં.
ધીરે ધીરે બેસ્વાદ થતી જાય છે આ જિંદગી,
ધડકતે હૃદયે પણ અમે તો બેજાન રહી ગયાં.
બેધારી છે તલવાર, આ મહોબ્બત તો, "વ્યોમ"
ઉજડી ગયાં પ્રેમ ઉપવન, ને મસાણ રહી ગયાં.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.