#vishvyatri
પ્રિય મિત્રો અને સ્નેહીજનો,
ના થોભે આ મન, ના થોભે આ સમય,
બંન્ને ચાલે અદ્રશ્ય, કેવાં અવિરત યાત્રીઓ.
આપણે બધાં જ અહીં એક વિશ્વ યાત્રી છીએ અને આપણે એક જીવનયાત્રા કરી રહ્યાં છીએ. આપણી આ જીવનયાત્રા સંઘર્ષોથી ભરેલી છે. આ યાત્રામાં મનુષ્યનો જન્મ થાય, બાળપણથી યૌવન બંને, યૌવનથી ઘડપણ આવે અને ઘડપણ સાથે મુત્યુ આવે, એમ એ બધાં જ સમયમાંથી પસાર થાય છે. આ યાત્રામા મનુષ્ય પોતાની જાતને સર્વોચ્ચ શિખર પર પહોંચાડવાની કોશિશ અને મથામણ કરતો હોય છે. ઘણીવાર મનુષ્ય સફળ થાય તો અસફળ પણ થાય છે, સુખ મળે તો દુઃખ પણ મળે છે, સાચું કર્મ કરે કાં તો ખોટું કર્મ પણ કરે, પણ આ બધામાંથી એક નવો અનુભવ, નવું જ્ઞાન અને નવી શીખ લઈને સતત આગળ વધતું રહેવું જોઈએ એ જ સાચો વિશ્વ યાત્રી છે.
આ પુસ્તકનાં બધાં જ પ્રકરણ મનુષ્યને એક જીવનયાત્રા કરાવે છે. જેમા મનુષ્યને કૈઈક ને કૈઈક થોડુંક કે વધારે શીખવા, જાણવાં અને સમજવાની પ્રેરણા મળશે. આ પુસ્તક “વિશ્વ યાત્રી”માં ૩૦ પ્રેરણાત્મક લેખો અને લઘુ વાર્તાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જેમ મરજીવા દરિયામા ઊંડે સુંધી જઈને સાચાં મોતીઓ શોધીને લઈ આવે છે, એમજ આ મનુષ્ય પણ પોતાના મનને આ પુસ્તકનાં પ્રકરણોમાં ઊંડે સુધી ઉતારશે તો એને પણ જીવન જીવવાની કંઈક નવી રાહ અને પ્રેરણા મળી આવશે.
ઘણાં મનુષ્ય સત તો જાણે છે, પણ એના તરફ પગ નથી માંડતા. પણ એક પ્રયત્ન કરવાથી એ જરૂર સફળ થાય છે.
મને આશા છે કે આ પ્રેરણાત્મક લેખો અને લઘુ વાર્તાઓનો રસથાળ તમને જરૂર ગમશે !
પુસ્તક: વિશ્વ યાત્રી, 'એક જીવનયાત્રા'
લેખક : મનોજ નાવડીયા (Manoj Navadiya)
પ્રકાશક : શ્રી મહેન્દ્રભાઈ પી. શાહ & શ્રી રોનકભાઈ શાહ
નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
પુષ્ઠ સંખ્યા : ૧૧૮
કિંમત: ₹ ૨૨૫/-
પુસ્તકનું સરનામું :
Website: https://navbharatonline.com/authors/manoj-navadiya/vishvayatri-ek-jivanyatra-sukhne-kyan-shodhva-jau-e-to-saran-karmoman-chhupaine-bet.html
Amazon: https://amzn.in/d/fuuiodn
Google Play book : https://play.google.com/store/books/details?id=kbZ4EQAAQBAJ
Wats up & Mo. 8000056148
ખૂબ ખૂબ આભાર,
મનોજ નાવડીયા
Manoj Navadiya