નજરમાં કંઈક છે જોવું મંજૂર છે,
એવું તે શું રહી ગયું બાકી જાણવું જરૂર છે.
જાણે સપનાનું આકાશ છે,રંગોનો મધુર રાસ છે.
હવે તે શું રહી ગયું બાકી જાણવું જરૂર છે.
કલ્પનાના રંગો છે,સુંદર દ્રશ્ય હૈયે છે,
હવે તે શું રહી ગયું બાકી જોવું જરૂર છે.
ઝરણાં વહેતા છે ,પંખી ગાતા છે
આનંદ એવો કે એ માણવો મંજૂર છે.
નજરે નિરખું છું, મનમાં હસું છું,
હવે શું રહી ગયું બાકી, નજરમાં કંઈક છે.
ફોટામાં કંઈક છે,સમક્ષ અલગ છે,
હવે શું રહી ગયું બાકી, કહે એ મંજૂર છે.
- કૌશિક દવે
- Kaushik Dave