🙏🙏તું ચાંદ ખરેખર પ્રેમી જેવો જ છે.
એકદમ ધર્મ નિરપેક્ષ.
હા,પ્રેમમાં પડેલ વ્યકિતને ધર્મ સાથે કોઈ નિસ્બત નથી હોતી બસ તે વ્યક્તિ સાથે જ હોય છે.
જો પ્રેમનું બંધન હોય તો!
આ ચાંદ પણ તેવો જ છે.
કોઈને હદયથી બંદગી કરવી હોય તો તે ઇદનો ચાંદ બની દેખાઈ આવે છે.
કોઈને કડવા ચોથનું વ્રત તેની સાક્ષીએ કરવું છે તો પણ દ્રશ્ય માન થઈ જાય છે.
તે કદી હિન્દુ મુસ્લિમ કરતો નથી.
અરે, તે 'ચાંદ' છે થોડો 'રાજનેતા' છે.
ચાંદ તો ચાંદ છે શ્વેત તો પણ કોઈને તેના એકાદ બે કાળા દાગ વિશે બોલવામાં આત્મસંતોષ થાય છે.
હશે જેનો જેવો વિચાર બસ મને તો ચાંદ ધર્મ નિરપેક્ષ દેખાયો છે.🦚🦚