એક આંખોનો વાંક ને હૃદયનો એમાં સાથ,
પછી બાકી રહે કઈ પ્રેમના શીખવાના પાઠ...
બધું આવડી જાય પણ આ પ્રેમ અઘરો થાય,
પણ જેને પ્રેમ થઈ જાય એને બધું સહેલું થાય...
વિરોધાભાસ કહેવું કે પરસ્પર આધાર,
પ્રેમ મળે તો જ મળે વિરહની રસધાર....
નજર મળે ને સૂરત વસે, દિલથી થાય વાત,
લાગણીના બંધન બંધાય, ભૂલાય નહીં રાત.
સાચા પ્રેમની સાધનામાં ક્યાં હોય કોઈ ગણતરી,
આપવા માટે જ હોય ઝોળી, લેવાની ક્યાં હોય સબૂરી...
પ્રેમમાં ન હોય નિયમ કોઈ, ન હોય કોઈ કિનારો,
એકબીજામાં ઓગળી જવાનો, બસ, એક જ સહારો...
જીવનના રસ્તા ભલે હોય કાંટાળા ,
પ્રેમની છત્રછાયા મળે તો થાય એ સુંવાળા ...
પ્રેમ એ જ છે આધાર, એ જ છે મઝધાર,
ડૂબી ને ઊગરી જવાય એવી એની ધાર....
એ જ આંખોની શરમ અને એ જ હૈયાની વાત,
પછી બાકી રહે કઈ ઈશ્વરની યોજનાના પાઠ....