સુર્યના કુમળા કિરણો
સંકોચાઈ ગયેલા પુષ્પો પર પડ્યા.
એક એક કરીને પાંદડીઓ
એકબીજાની આળસ મરડીને ખીલવા લાગી.
પોતાની પાંખોમાં પ્રાણ પુરીને પતંગિયાં પણ પુષ્પોનો પમરાટ પામવા ઉડવા લાગ્યા.
આ જોઈને,
નાસીપાસ થયેલ મનુષ્ય જીવને પ્રકૃતિની સત્યતા, ગતિ અને લય સમજાઈ જાય તો?
તે પણ આળસ ખંખેરીને જાગૃત થઈને,
પોતાના જીવનની અપૂર્ણતા ને સાર્થક કરવા,
સાચો પથ ક્યો છે?તે જાણીને
પોતાના પગને માર્ગ પર ચલાયમાન કરશે!