તું માને છે જેને પોતીકા,
એ સૌ માણસ તો તકવાદી છે;
તારી નજરોમાં લાગે પાકાં,
વચનો સઘળાં તો તકલાદી છે;
શેર સટ્ટામાં રાખે છે આશા,
માણસની એ તો બરબાદી છે;
કરે જે વાતો મીઠી મીઠી,
એ ખરેખર તો ફરિયાદી છે;
તમને લાગે છે જુદા જુદા,
બેઠા એ તો અમદાવાદી છે...!!!
- પંકજ ગોસ્વામી'કલ્પ'