આપણા જીવનમાં જ્યાં સુધી નાના મોટા દુઃખ,
આવ-જા કરતા રહે તો સમજવું કે, એ આપણી મહેનત, સ્વભાવ કે પછી આપણા વ્યવહારને આભારી છે, પરંતુ, પરંતુ, પરંતુ જ્યારે આપણા જીવનમાં સતત
એક પછી એક દુઃખોની હારમાળા સર્જાવા લાગે,
ત્યારે ની-સંકોચ સમજી લેવું કે, પ્રભુએ આપણને આ સમય, માત્રને માત્ર, પ્રાયશ્ચિત કરવા માટે જ આપ્યો છે, અને હવે પછી આપણે કોઈપણ કાળે એકપણ ભૂલ કરવાની નથી, કેમકે આ આપણને આપણા જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય એના માટેનો પ્રભુએ આપેલ છેલ્લો ઈશારો કે પછી મોકો છે.
- Shailesh Joshi