પોષી પૂનમને દિવસે બહેન આખો દિવસ ભૂખી રહી,
ભાઈના દીર્ઘ આયુષ્ય માટે મનથી પ્રાર્થના કરી.
રાતે ચંદ્રદેવની સાક્ષીમાં ભાઈને પુછે પ્રેમથી,
(પોસી પોસી પોન મળી અગાસી એ રાંધ્યા
ધાન ભાઈ ની બેન રમે કે જમે.)
“હું હવે જમી લઉં કે આખી રાત રમું તારી સાથે?”
તો ભાઈ હસીને કહે, “ના બેન, પહેલાં તું જ જમી લે.”
(ઘણીવાર ભાઈ મસ્તીમાં એમ પણ કહે છે હું તો જમવાનું નહીં કહું. હું તો આખી રાત રમવાનું જ કહીશ
અને આ થોડાક મીઠા શબ્દો આખી જિંદગીનો સંભારણું રહી જાય છે)