સમસ્યા
તકલીફો કે
હેરાનગતિ
પ્રત્યેક જીવોને હોય છે,
એમાંથી
કેટલાક જીવો એનો સામનો કરે છે
કેટલાક જીવો એનું સમાધાન શોધે છે
જ્યારે કેટલાક જીવો
એનાથી સમાધાન કરી લે છે, અને
કેટલાક જીવો
એને મને, કે "ક" મને સ્વીકારી લે છે,
જ્યારે બાકીના જે જીવો વધ્યા એમાંથી અડધા જીવો
એમને એમના જીવનમાં
શું શું તકલીફો પડી રહી છે ?
એ ગોખવાની હોય એમ
બિલકુલ ગંભીરતા પૂર્વક
એકલા એકલા એનું રટણ કરે રાખે છે, ને હવે જે વધ્યા એ જીવો
પોતાને કઈ કઈ તકલીફો છે ?
તેની વિસ્તાર પૂર્વક અને સતત
અન્યોને એની જાણકારી આપી પોતાની સમસ્યાઓનો પ્રચાર કરે રાખે છે.