ઠુમકા મારી હું પણ થાક્યો છતાં ન આવી હવા,
ફિરકી કહેતી શાંત થઈ ને, આવે છે હવે બગાસાં.
@ કૌશિક દવે
આજુબાજુ નજર કરી તો, બધાની છે આ દશા,
એકબીજા સામે જોયા કરતા,ન જોવા મળે તમાસા!
કાયપો છે ના અવાજો વચ્ચે ડીજે માં વાગે ગાના,
आंधी बनकर आया हूं मैं,ને આવી જાય છે હવે હવા.
સીટીઓ ને પીપુડી વચ્ચે, પતંગ ચગાવવાની મજા,
કોઈના પેચ કપાઈ જતાં ને કોઈના પેચ થઈ જતાં.
આ તો ભાઈ ઉત્તરાયણ છે,કરવી છે સૌને મજા,
ઊંધિયું જલેબી કચોરી ખાધી, પછી ડકાર ખાવાની મજા.
આજે ચગાવી લો પતંગ,પણ ખબર પડશે કાલે જ,
થાકી થાકીને ચૂર થાશો,ફરીથી ઉંધિયુ ખાવાની મજા!
- કૌશિક દવે
- Kaushik Dave