જ્યારે તને મેં શોધ્યો માધવ
ત્યારે તું ક્યાં મળે છે માધવ.
મારી એકલતામાં તારો જ એક સથવારો,
મારી મહેફીલોમાં પણ તુંજ સમાણો.
આવને મળવા એક ક્ષણ તો ,
ક્યાં પુરી જિંદગી માગી છે તારી .
પાગલ મીરા તો નથી કે નથી નરસૈયો હું,
મારે તો બસ સુભદ્રા જેવો નાતો .
રાખડી સાથે દુઆઓ હજાર કરૂ છું .
ભેટ ક્યાં માંગી છે કોઈ મે તુજથી ?
બસ મારી અનમોલ ભેટ તુજ છે.
જ્યારે તને મેં શોધ્યો માધવ,
ત્યારે તું ક્યાં મળે છે માધવ .
કપિલા પઢીયાર ( કલ્પી)