વિદ્યા દાયિની વીણા વાદિની શ્વાનહંસિની માં સરસ્વતી
વસંતપંચમીની શુભ તિથિ
વાણીની તું છે અધિષ્ઠાત્રી
પ્રકૃતિ સોહે ખીલી ખીલી
પાંગરી છે ફૂટે કલી કલી
અબૂઝ મહૂરતમાં આજ
મા તારું પ્રાગટ્ય સ્થાન
અજ્ઞાની પર વરદા કરી
તું દઈ દે જ્ઞાનનું વરદાન
કલા જ્ઞાન ને સંગીતમાં
તું સદા સર્વત્ર હયાત
વૃક્ષે વૃક્ષે ડાળે ડાળે તું
રેલાવે સુગંધનો પમરાટ
જ્ઞાનની અવિરત વહેતી
ધારામાં વહે તારું નામ
આજની શુભતિથિદિને મા
તુજને કોટિ કોટિ પ્રણામ…
-કામિની