Gujarati Quote in Blog by SUNIL ANJARIA

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજના સુપ્રીમ કોર્ટ ના ચુકાદાનું આખા દેશે સ્વાગત કર્યું.
એટ્રોસાઈટ એક્ટનો પણ આ રીતે ખૂબ દુરુપયોગ થાય છે. બેન્કની લોનો એ વર્ગ સબસિડી સુધી ચાલુ રાખે, એમને જ મળે એવી સબસિડી લે પછી રામેરામ. મેનેજર એ કોઈને દબડાવે તો સીધો એટ્રોસાઇટ. આ એક દાખલો છે.
મેં કુતૂહલવશ એક નિરીક્ષણ કરેલું, અત્યારે સવર્ણો લઘુમતીમાં આવી ગયા છે!

એ વર્ગને શિક્ષણ નહીં જેવા ભાવે, નોકરીમાં અને સારી જગ્યાએ એડમિશનમાં ખુબ મોટો ક્વોટા અને સવર્ણ કરતાં ખૂબ ઓછા ટકાએ, અનેક સગવડો માત્ર એમને.. આમાં બંધારણે આપેલ સમાનતા ક્યાં આવી?

હશે, છેલ્લાં બસો અઢીસો વર્ષ એ વર્ગનું શોષણ થયું હશે પણ પછી 80 વર્ષથી એને નામે એ સહુ નાનીનાની વાતમાં પોતાને પીડિત બતાવી કૂદી પડે છે. સવર્ણ વર્ગ એટલો એકત્રિત નથી એટલે કોઈ નવનિર્માણના બાપ જેવી ક્રાંતિ શક્ય નથી. સામે એ વર્ગના લોકો સોશિયલ મીડિયાનો પણ પૂરો ઉપયોગ ભેદભાવ ઓછો કરવા નહીં, વધારવા કરે છે.
ગામડામાં હવે કોઈ દલિતનો વરઘોડો ધરાર રાજપુતોના વિસ્તારમાં અમુક બુમો પાડતો ન નીકળે તો કોઈ હેરાનગતિ થતી નથી જ.

હવે શહેરમાં ટાવરોમાં બાજુવાળો પરપ્રાંતિય દલિત છે કે સવર્ણ એ ખબર પણ પડતી નથી.
હવે જેમને લાભો જાય એટલે ચલાવવું છે એ જ બધા ગોકીરો મચાવે છે.

મોરારજી દેસાઈને 100મુ વર્ષ બેઠું ત્યારે પત્રકારે પૂછ્યું કે દલિતો માટે સંદેશ? એમણે કહ્યું કે નદી સમુદ્રમાં ન મળે તો ગંધાઈ ઊઠે સુકાઈ જાય. એમ હવે દલિત સવર્ણ ભૂલી મુખ્ય પ્રવાહમાં આવી જવું જોઈએ. તેઓ બિચારા સવર્ણ હતા એટલે ક્યાંક વિરોધ થયો. 1997 માં.

ગાંધીજીએ એ વર્ગને પછાત ન ગણવા આભડછેટ દૂર કરવા કહેલું, એમને ઉચ્ચ પદે સ્થાપી દેવા નહીં. છતાં વચ્ચે નોટો પર ગાંધીજી કેમ, આંબેડકર કેમ નહીં એવો વિવાદ ચાલેલો. એ લોકો માટે સમાનતાની શરૂઆત કરનાર ગાંધીજી પણ સવર્ણ હતા એટલે એમને વિશે આ સોશિયલ મીડિયામાં જેમ તેમ લખાયેલું, અમુક વર્ગ દ્વારા, વાંચ્યું છે.
ખુદ આંબેડકરજીએ એ વખતની સ્થિતિમાં પાછળ રહી ગયેલા દલિતોને સાથે લાવવા દસ વર્ષ આરક્ષણ રાખવા કહેલું. એને હવે 80 વર્ષ થયાં. જે સરકાર હોય એ, હવે આરક્ષણ દૂર નહીં કરે એને મત નહીં. બોયકોટ ઇલેક્શન

બંધારણ મુજબ મને એક સવર્ણ તરીકે સમાનતા ને બદલે જિંદગી આખી ભેદભાવ નડ્યો છે. જ્યાં દલિત બહુમતી થઈ જાય એવી ઓફિસમાં પુરી હેરાનગતિ ભોગવી છે. મારે નોકરી કરવી હોય તો કોઈ જગ્યાએ ફરિયાદ થાય એમ ન હતું.
હવે સવર્ણો જ લઘુમતીમાં આવી ગયા છે એટલે તો વસતી ગણતરીમાં જાતિ નો સમાવેશ કરવાના છે એમ સાંભળ્યું.
આ ચુકાદો જે તે સત્તાવાળાઓની આંખ ઉઘાડનારો છે. હવે તો આ જાણીબુઝી એક વર્ગને અન્યાય કરી બીજા વર્ગની તરફેણ બંધ થવી ઘટે.
નાક દબાવવા એક થઈ કહી શકાય કે જો જાતિ આધારિત કે કોઈ પણ પ્રકારનું આરક્ષણ ચૂંટણી પહેલાં સમાપ્ત નહીં થાય તો કોઈ સવર્ણ મત જ નહીં આપે. આમેય એ લોકોની ઘણીખરી વોટબેંક વર્તમાન સરકારની વિરુદ્ધ છે. ફેર વર્તમાન સરકારને પડશે, અત્યારના વિરોધ પક્ષ ને નહીં.

મેં કોઈ માટે ઘસાતો શબ્દ નથી ઉચ્ચાર્યો. હું નરસિંહ મહેતાનું સંતાન છું, હું જાતિ માં માનતો નથી. પણ કોઈ પણ માનીને બીજા ઉપર આધિપત્ય ભોગવે એ પણ માન્ય નથી.

Gujarati Blog by SUNIL ANJARIA : 112014550
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now