કરી મેં વાત ભાવથી,ભળી છે બે વાત દાવથી,
હવા પ્રસરી છે આખરે,આ શતરંજના દાવથી.
જઈને પોતાના પાસે હું હવે શું સાબિત કરું?
તજી દીધો છે મેં માહોલ,લાગણીના અભાવથી.
પુરાવા મળ્યા નથી હજુ કોઈ જ મારી વાતના,
લઈ લીધા છે જામીન મેં,સમયના પ્રભાવથી.
મજા કંઈક છે અલગ અતુલ,હવે મૌન રહેવામાં,
રુજાતા નથી જખમો ક્યાંય,આ હૃદયના ભાવથી.
-Atul bhatti