Gujarati Quote in Blog by Kaushik Dave

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉંચાઈ ની આવી જ્યારે આપણી બાજી,
ત્યારે જ અમેરિકા એ કરી બાથંબાથી;
ઇન્વેસ્ટમેન્ટ મારું પડ્યું ધડામધમ,
મારી આશાનું પિલ્લુ વળી ગયું ભમ!

​ખૂબસૂરતી જ્યારે આસમાને પહોંચે,
ત્યારે જ કોઈની નજર એના પર પડે;
પોર્ટફોલિયો મારો લીલોછમ દેખાતો હતો,
ત્યાં જ મંદીનો કાળો કાગડો એને નડે.

​ગ્રીન સિગ્નલ જોઈને મેં તો લગાવી હતી દોટ,
ખબર નહોતી કે નસીબમાં લખી હશે આટલી ખોટ;
ન્યૂઝ ચેનલ વાળા રોજ નવી વાતો લાવે,
પણ મારા ગજવામાં તો ખાલી પવન જ ફાવે!

​ડોલર સામે રૂપિયો જ્યારે લથડવા લાગે,
ત્યારે રાતના મોડા સુધી મારી ઊંઘ ભાગે;
એવરેજ કરવાના ચક્કરમાં બધું જ મેં ખોયું,
લોસ જોઈને રાત્રે મેં તો છાનુંમાનું રોયું.

​પણ હિંમત નથી હારવી, આ તો છે માર્કેટની ચાલ,
આજે ભલે ખરાબ છે, પણ કાલે આવશે ગુલાલ;
ધીરજ રાખશું તો ફરીથી દિવસો વળશે,
પડેલું આ પિલ્લુ ફરી આસમાને ચડશે!

Gujarati Blog by Kaushik Dave : 112017692
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now