આપણા જીવનની બધીજ પરીક્ષાઓ ઈશ્વરના હાથમાં હોય છે, એ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ આપણે એ કેમ ભૂલી જઈએ છીએ કે, ઈશ્વરે લીધેલી પરીક્ષામાં પાસ થવા માટે, સમયની અને એમાં સફળ થવા માટે કરવા પડતાં પ્રયત્નોની કોઈ મર્યાદા નથી હોતી, ઈશ્વરે આપણને સૌને ભરપૂર સમય આપ્યો જ છે,
છતાંય આપણે ખોટી ઉતાવળ કરી, ખોટી રીતે, કે ખોટા રસ્તે
કેમ વળી જઈએ છીએ ?
તમે જ વિચારો કે,
આમાં નુકશાન કોને ?
માટે જીવનમાં સુખનો સમય ચાલતો હોય, કે દુ:ખનો
શાંતિ અને ધીરજ રાખ્યા વિના સારા સમયની પ્રાપ્તિ કે,
જીવનમાં કાયમી આનંદની અનુભૂતિ આપણે ક્યારે, કેટલી અને કેવી રીતે કરી શકીશું ?