-કૌશિક દવે
સમય કદાચ અસત્યનો હોઈ શકે, પણ 'કાળ' તો મહાદેવનો જ છે.
જ્યારે અધર્મ કે અસત્યની સીમા ઓળંગાય છે,
ત્યારે કુદરત એક એવી તક સર્જે છે,
જ્યાં સત્યને સાબિત કરવાની જરૂર નથી પડતી,
એ સ્વયં પ્રકાશિત થાય છે.
રાહ જોવી પડે છે એ 'તક'ની જે ઈશ્વર આપે છે,
સત્ય હંમેશા તેની મૌન ગતિએ જ છાપે છે.
જ્યારે વાગે છે ઉપરવાળાનો એ માસ્ટર સ્ટ્રોક,
ત્યારે આખી દુનિયા બસ જોતી જ રહી જાય છે.
- Kaushik Dave