" વલોપાત "
જીવનભર કરતાં જ રહ્યાં વલોપાત એ.
છતાં સુધારી ના શક્યાં ખુદની જાત એ.
પાશ્ચાત્ય સંસ્કૃતિ પાછળ મૂકી એવી દોટ,
કે, સમજી ના શક્યાં એના પ્રત્યાઘાત એ.
મોહ માયા ને લોભ લાલચમાં ફસાતાં,
નોતરતાં રહ્યાં રોજેરોજ નવી ઘાત એ.
દેખા દેખીમાં જ અપનાવી ખોટી પરંપરા,
ને, ગુમાવી બેઠાં ખુદની જ રીતભાત એ.
છોડ્યાં ધરમ ને સંસ્કૃતિ જેમણે "વ્યોમ"
ઈતિહાસ છે સાક્ષી કે ખોવાઈ નાત એ.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર