અક્ષર મારા રિસાઈ ગયાં,
શબ્દોમાં કેવી રીતે લખું?
વિચારોનો ઉપવાસ છે,
જળમાંથી મોતી કેવી રીતે શોધું?
મનના દરિયામાં મૌન છે,
તરંગોને કેવી રીતે બોલાવું?
હૃદયમાં સૂકી ગયેલી વેદના,
આંસુઓને કેવી રીતે વહાવું?
કલમ હાથમાં થંભી ગઈ છે,
સ્વપ્નોને કાગળ પર કેવી રીતે લાવું?
ભાવનાઓ બંધ છે અંતરમાં,
એને શબ્દોમાં કેવી રીતે ગૂંથું?
શૂન્યમાં ખોવાઈ ગયું છે કંઈક,
ખુદને જ હવે કેવી રીતે શોધું?
અક્ષર મારા રિસાઈ ગયાં,
શબ્દોમાં કેવી રીતે લખું?