તું આવજે જ, એવું હું ના કહું,
ને આવે તો, તું જા એવું પણ ના કહું।
આવ્યો છે તો કહી દે તારા મનની વાત,
હવે મૌન રહીને કંઈ હું સાંભળી ના શકું।
કેટલા દિવસ પછી તું મારી સામે આવ્યો,
હવે જા કહીને દિલને ફરીથી દુઃખી ના કરું।
તારી પેલી જૂની વાતો રહેશે મને હંમેશા યાદ,
પણ એ જ યાદોમાં હવે હું જીવી ના શકું।
— કૌશિક દવે ✍️
- Kaushik Dave