Gujarati Quote in Motivational by GIRLy Quotes

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ સાચી ઘટના પર આધારિત છે, જે આવી પરિસ્થિતિમાંથી પસાર થતી દરેક સ્ત્રી માટે એક લાલબત્તી સમાન છે. આ પોસ્ટ કોઈ વ્યક્તિગત આક્ષેપ નથી, પણ સમાજની આંખ ઉઘાડનારો કિસ્સો છે, માટે આ લખાણને કોઈએ પોતાના પર ઓઢી લેવું નહીં...

આજે સોશિયલ મીડિયા પર એવા કેટલાય નકામા અને નફ્ફટ પતિઓ ભટકી રહ્યા છે, જેઓ ઘરમાં પત્ની જીવતી હોવા છતાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કાં તો કુંવારા બની જાય છે, અથવા તો પોતાની જ પત્નીને જીવતી મારીને રાંડવા હોવાનું નાટક કરે છે....

વિચારો, એક સ્ત્રીએ પોતાના જ પતિનું અસલી રૂપ જોવા માટે ફેક આઈડી બનાવવું પડે અને જ્યારે એ ચેટિંગ શરૂ કરે ત્યારે ખબર પડે કે જે પતિ સાથે એ રોજ એક જ ઘરમાં રહે છે, એક જ થાળીમાં જમે છે, તે જ પતિ સોશિયલ મીડિયા પર બીજી સ્ત્રીઓ સામે પોતાની પત્નીને એક વર્ષ પહેલાં જ મારી ચૂક્યો છે, અને ફેક આઈડી વાળી સ્ત્રી સાથે લગ્ન કરવા અને મળવા માટે ટળવળી રહ્યો છે....

કેવી શરમજનક અને ઘૃણાસ્પદ બાબત કહેવાય..
અરે ઓ ભાઈઓ! જરા જાગો અને શરમ કરો
તમને ખબર પણ નથી કે જે ફેક આઈડી સાથે તમે રાત-દિવસ લાળ ટપકાવીને વાતો કરો છો, એ કદાચ તમારી જ પત્ની, બહેન કે દીકરી હોઈ શકે છે. પરસ્ત્રીની મોહમાયામાં આવીને આવા ધંધા કરતાં તમને સહેજ પણ સંકોચ નથી થતો?

અગ્નિની સાક્ષીએ, સાત જન્મો સુધી સાથે નિભાવવાના જે સાત ફેરા તમે લીધા હતા, તે પવિત્ર બંધનને કોઈ અજાણી સ્ત્રી માટે આટલી હદે લજવતા તમને શરમ આવવી જોઈએ?

વિશ્વાસઘાત એ દુનિયાનું સૌથી મોટું અને ઝેરીલું હથિયાર છે. એ સામેવાળી વ્યક્તિને શારીરિક રીતે ભલે ન મારે, પણ માનસિક રીતે જીવતેજીવ મારી નાખે છે. જે પત્ની તમારા પર આખું જીવન ન્યોછાવર કરી દે છે, તેના જ પીઠ પાછળ આવો ખંજર ભોંકતા તમારી મરદાનગી ક્યાં ચાલી જાય છે?

જો સોશિયલ મીડિયા પર સિંગલ બનવાનો આટલો જ શોખ હોય, તો પહેલા ઘરમાં રહેલી લક્ષ્મીને સન્માનભેર મુક્ત કરી દો. પોતાની વાસના અને ટાઈમપાસ માટે કોઈના પવિત્ર વિશ્વાસની આહુતિ ન આપો. યાદ રાખજો, ડિજિટલ દુનિયાના જૂઠાણાં લાંબો સમય નથી ટકતા. જે પત્ની ઘર સંભાળી શકે છે, તે તમારો અસલી ચહેરો ઉઘાડો પાડતાં પણ વાર નહીં લગાડે. પરસ્ત્રી પાછળ આંધળા થતાં પહેલાં અરીસામાં પોતાનું મોઢું જોઈ લેજો કે તમે માણસ છો કે જાનવર??

Gujarati Motivational by GIRLy Quotes : 112028886
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now