તારી વાંસળીના સૂરે હું જાગું કનૈયા.
ને જાગ્યા પછી દર્શન હું માંગું કનૈયા.
છે ઘનઘોર ઘટા આભે તારા રૂપ જેવી,
ને ચમકારો વીજનો દૂધમાં સાકર કેવી..!
વગાડે તું વાસળીને લાગે હું આખી વાગું...1
રીમઝીમ ધારે વરસતો જાય મેહુલિયો,
કૃપા વરસાવતો જાણે આવે સાંવરિયો,
હું તો દશા દિલની આવી નિતનિત ચાહું...2
જળમાં વર્ષાના બુંદ થકી થાય પરપોટા,
રખેને માધવ ઉપરથી પાડે રાધાના ફોટા,
રમ્ય દ્રશ્ય મનમાં ભરવા આવતું બગાસું....3
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.