Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માનવમાત્રને થયો હાશકારો, વર્ષાના આગમને.
હળવા જળતંગીના પડકારો, વર્ષાના આગમને.

ગયો સૂરજ સંતાઈ ઘટાટોપ ઘન ભાળી આકાશે,
માટીની સુગંધના સૌ ઉદગારો, વર્ષાના આગમને.

રીમઝીમધારે આગમન એનું સજીવમાત્રને રુચિકર,
જાણે આભેથી વરસી અમીધારો,વર્ષાના આગમને.

વહ્યાં ખળખળ વારિ રોડ રસ્તાને નદીનાળાંમાં કેવાં,
ખુશીથી ઝૂમી ઊઠ્યા કૃષિકારો, વર્ષાના આગમને.

રીઝયા દેવ પર્જન્યને જેણે જળરૂપી જીવન આપ્યું,
હોડી તરાવતા શિશુના કિલકારો, વર્ષાના આગમને.

- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 112029225
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now