કવિતાની કુંજગલીમાં જઈને અમે પેઠા.
જીવનની પાનખરને કવિતા લખવા બેઠા.
આખ્ખી જિંદગીનો અનુભવ સ્કંધે ગ્રહી,
શબ્દોની શતરંજમાં નથી ભણાવવા ઊઠાં.
લડી લેવું બસ એક જ નિર્ધાર અમારો છે,
એથી જ હથિયાર નથી મૂકવા કદીએ હેઠાં.
જે સ્ફુર્યુ તે કીધું શબ્દબદ્ધ કવિતા નામ દીધું,
વાત કરી અંતરની નથી પીરસતા કદીએ એઠાં.
ઘૂંટાઈ ક્યાંક વેદના તો ક્યાંક વળી હશે વિનોદ,
નિજાનંદને પામવાને ચતુર નથી કોઈ કહે ઠોઠા.
ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.