English Quote in Poem by Jigar Ashok Pandya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક:- શાળાના મિત્રો ની યાદ માં.


હૃદયની ગોઠડીમાં કંઈક તો ખોવાયું હતું,
નજર નાખી, પણ જડ્યું કંઈ જ નહીં.
ઘણાં વર્ષોથી દબાયું હતું કંઈક તો,
ટટોળ્યું ફરી એને,
પણ સંભળાયું કંઈ જ નહીં.

જિંદગી તો ચાલતી જ રહી હતી,
પણ કંઈક તો ખૂટતું હતું,
મન તો પ્રસન્ન હતું,
છતાં હૃદય મારું ઝોલાં ખાતું હતું.

પાઠશાળાના મિત્રો મળ્યા ને અચાનક,
હૃદયનું એ ખૂટતું ટેણિયું ડોકાયું.
એ તો મારું બાળપણ હતું,
જે આજે ફરી ઉંબરે ચઢી થનગણાવ્યું.

એ દબી યાદોની મહેફિલના ફરી પડઘા ફેલાયા,
મારા અનમોલ સમયના મોતી ફરી મારા આંગણે રેલાયા.


✍️ જિગર પંડ્યા

English Poem by Jigar Ashok Pandya : 112030569
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now