" મેઘલી રાતનો વરસાદ "
આવો જરા સંગાથે, જામ્યો છે વરસાદ!
આજ મોસમની રાતે, લાવે છે તારી યાદ!
વાદળ નમ્યાં ભૂમિને, આજ ચૂમવાને કાજ,
અમી વરસે છે માથે, ભીંજવશે તારો સાથ!
બેઠો હતો હું લઈને, સ્મરણની કલમ આજ,
છે કાગળ કોરો હાથે, કમળ સરીખો તાજ!
કોરી છે સદીઓથી જે, હૃદયની આ ભૂમિ,
ને આજ તારી વાતે, મેઘલી રાત પણ ઝૂમી!
ભીની ભીની માટીમાં, સંબંધો પણ મહેકે,
વ્યોમ પ્રીતના જ નાતે, ચાતક બની ચહેકે!
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી)અંજાર. મુ. રાપર.