તને પરણ્યો નથી ત્યાં આપણા સબંધનું શું નામ દઉં ?
તન ને મન મેં તને દીધાં,તેં મને દીધાં.હા હવે હું શું કહું ?
મળ્યા નથી,દૂર રહી,તરસ્યું મન હવે કેટલું સમજાવું?
શરીરનાં સગપણ રોજ આવે,કાગડો બેસે હું ઉડાડું !!
મનના આ અણમોલ મોતીને હ્રદયમાં ક્યાં સુધી સંઘરું?
કોર્ટના દરરોજ સમાચાર મળે સહેલીઓના છૂટા પડવું!!
આપણું મિલન અધૂરું નહીં રહે ને! આમ અકાળે છૂટું પડવું!!
વેદના કોરી ખાય આ દલડાંને,ત્યાં તને શું ઉપાય બતાવું?
- વાત્સલ્ય
(આ પીક પ્રતીકાત્મક છે )