Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પાકિસ્તાનનું પહેલું રાષ્ટ્રગીત એક હિન્દુ કવિએ લખ્યું હતું! 🤯📜

​૧૪ ઑગસ્ટ, ૧૯૪૭ ના રોજ આઝાદી વખતે પાકિસ્તાન પાસે પોતાનું રાષ્ટ્રગીત ન હતું. મોહમ્મદ અલી ઝીણાના કહેવાથી લાહોરના હિન્દુ સાહિત્યકાર જગન્નાથ આઝાદે પાકિસ્તાનનું પહેલું રાષ્ટ્રગીત લખ્યું હતું:
​"અય સરઝમ-એ-પાક, ઝરે તેરે હૈ આજ..."

ઑગસ્ટ ૧૪, ૧૯૪૭ ના રોજ આઝાદી વખતે પાકિસ્તાનને તેનું રાષ્ટ્રગીત ન હતું, માટે ધ્વજને કાઠીએ ચડાવતી વખતે ‘પાકિસ્તાન ઝિન્દાબાદ, આઝાદી પાયેન્દાબાદ' એવા
નારા ગીતની લય મુજબ પોકારવામાં
આવ્યા હતા. મહમ્મદ અલી ઝીણાએ ત્યાર
પછી જે રાષ્ટ્રગીત મંજૂર કર્યું તેની ઉઘડતી
પંક્તિઓ નીચે મુજબ હતી :
અય સરઝમ-એ-પાક
ઝરે તેરે હૈ આજ
સિતારોં સે તબનક
કહી આજ તેરી ખાક
રોશન હૈ કેહકા સે....
આ ગીતે ફક્ત અઢાર મહિના સુધી રાષ્ટ્રગીત નો દરજ્જો ભોગવ્યો આઝાદી પછી ઝીણાએ લાહોરમાં રહેતા જગન્નાથ
આઝાદ નામના સાહિત્યકાર પાસે રાષ્ટ્રગીત લખાવ્યું હતું. પાકિસ્તાનના
રાષ્ટ્રગીતનો સર્જક હિન્દુ કવિ હોય એ વાત સામે ઘણો અસંતોષ જાગ્યો, પરંતુ
ઝીણાએ કરેલી પસંદગીને ઠુકરાવી શકાય તેમ ન હતી. સપ્ટેમ્બર, ૧૯૪૮ માં
ઝીણાનું અવસાન થયું તેના ત્રીજે મહિને નેશનલ એન્થેમ કમિટિ રચવામાં આવી
અને કવિ-શાયરો પાસે તેમના સાહિત્યિક નમૂના મંગાવ્યા. કોઇએ સંતોષકારક
ગીત ન રચ્યું, એટલે કમિટિએ રાષ્ટ્રગીત પહેલાં રાષ્ટ્રગીતની મ્યુઝિકલ ટ્યૂન
પસંદ કરી. ઇરાનના શહેનશાહે ૧૯૫૦ માં પાકિસ્તાનની મુલાકાત લીધી ત્યારે
ડિપ્લોમેટિક સમારંભો વખતે એ ટ્યૂન વડે કામ ચલાવવામાં આવ્યું. આ ટ્યૂનના
આધારે છેવટે હાફિઝ જાલંધરી નામના ઉર્દૂ શાયરે ૧૯૫૪ માં
‘પાક સરઝમીં શાદ
બાદ, કિશ્વર એ હસીન શાદ બાદ' એવી ઉઘડતી પંક્તિવાળું રાષ્ટ્રગીત લખ્યું.
ડિસેમ્બર, ૧૯૪૮ થી ઑગસ્ટ, ૧૯૫૪ સુધી પાકિસ્તાને રાષ્ટ્રગીત વિના ચલાવી
લીધું, પણ જગન્નાથ આઝાદના ગીતને એટલો વખત હરગીઝ સ્વીકાર્યું નહિ.

Gujarati Blog by Gautam Patel : 112032019
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now