Gujarati Quote in Blog by SUNIL ANJARIA

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વહેલી સવારે બગીચામાં ચાલતાં લોકો, કૂણો તડકો, હળવી હળવી તાજી હવાની લહેરખીઓ.
કોઈ જગ્યાએ યોગના ક્લાસ ચાલતા હતા. ઘણી જગ્યાએ એ રીતે, મોદીજીએ યોગ પ્રચલિત કર્યો ત્યારે શરૂ થયેલ યોગની ક્રિયાઓનું પુરા દોઢ કલાકનું સેશન હજી ક્યાંક ક્યાંક ચાલે છે. અહીં પણ, સવારે 6.30 થી 8 ચાલે છે એમાં તાળીઓની ક્રિયાઓ અને હાસ્ય થેરપી પણ આવી જાય. ભલા, પૂરો દોઢ કલાક યોગ પાછળ થોડો હોય? સૌરભ બોથરા 15 થી 20 મિનિટનું સુંદર સેશન આપે છે.
લોકોને 'તત્કાળ મૈત્રી' કેવી રીતે થઈ જતી હશે? મારી સામે સ્મિત આપતા ઘણા વડીલો મળે છે પણ કોઈનું હું નામ નથી પૂછી શકતો ન કોઈ સ્મિતથી આગળ વધે છે. છતાં, હો હા કરતા, ટોળાંમાં એક સાથે સાત આઠ પુરુષો. એમની મિત્રતા કેવી રીતે થઈ હશે? નજીક રહેતા હશે, સાથે નોકરી કરતા હશે? કે કશું કોમન હશે?
બહેનો પણ મોટેથી અંદરઅંદર વાતો કરતાં જતાં હતાં. આપણે એકલા અટુલા ચાલે રાખીએ.
હવે તો જોડલાંઓ પણ દરેક ઉંમરનાં જોવા મળે છે. વયસ્કો થી માંડી 30 કે 32 વર્ષનાં. દોડીને ટીશર્ટ પરસેવા વાળું કરી મૂક્યું હોય એવા પણ.
બધાનાં ટીશર્ટ્સ અદ્ભુત ડાર્ક રંગનાં. શૂઝ પણ અલગ અલગ જાતના, સુંદર.
સ્ત્રીઓના સ્ટ્રેચેબલ કે નાયલોન ટીશર્ટ અને ગોળ મઝાની કે મોટી છાતીઓ ધરાર ધ્યાન ખેંચે. (બસ, ધ્યાન જ. બાકી મને યુવાનીમાં પણ વિકાર નહોતો આવતો.)
વાતો.. કોઈ કર્મ ની વાત કરતું હતું, કોઈ ' પુરુષ બીજા જન્મમાં પુરુષ જ બને, સ્ત્રી નારી જ બને ભલે ગમે તે પશુ પ્રાણીનો અવતાર હોય ', ' મારી સાસુ તો..', કાલે ફોન પર શું સામસામી જામી હતી..' જેવી બહેનોની વાતો.
પુરુષોમાં હવે શેર ને બદલે જમીન કે રીયલ એસ્ટેટ ઈન થિંગ લાગે છે. બાનાખત એક વાર કરી દીધું.. અરે કોરોના અગાઉ જ પાંચ કરોડની જમીન લીધેલ એના પચીસ કરોડ થઈ ગયા.. અરે યાર, કેશ ના ચાલીસ ટકા તો બધા આપે જ.. અરે સી. એ. ઉપરાંત અમુક એજન્ટ (લાલાભાઈ, ચકાભાઈ વ.) ને પૂછો, બધી વ્યવસ્થા કરી આપશે.. આવી વાતો ચાલતી હતી.
ક્યાંક ચાલવા સાથે ફોન પર બિઝનેસ ટોક પણ ચાલતી હતી.
કોઈ ખૂણે પ્રાણાયમો, ક્યાંક સૂર્યનમસ્કાર કે લોન માં જ આસનો, દરેકનાં અલગ અલગ. એક વયસ્ક કપલ રમતના સાધન પર હેન્ડલો પકડી સામસામું કસરત કરતું હતું એ જોવું ગમ્યું.
સવારે બહાર જ્યુસવાળાને તો તડાકો. દૂધી, કારેલાં, આદુ હળદર ને એવી વસ્તુઓનો જ્યુસ. હવે લોકો સવારે ત્યાં પ્યાલીમાં ચા પીતા નજરે ચડતા નથી. ઘેર ચા પી ને આવતા હશે?
તો આવું બધું નિરીક્ષણ કર્યું.
આપણે તો પેડોમિટર માં 5000 સ્ટેપ કરી પાછા!
હા, સવારે સાડા છ વાગે એકદમ તાજી હવા હોય છે. સવાઆઠ પછી ખાસ કોઈ મોર્નિંગ વોકર દેખાતું નથી.

Gujarati Blog by SUNIL ANJARIA : 112032596
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now