ખબર નય...!
આ ઝાડ મને કેમ ખેંચે છે ?
એને જોતા જ પેલી નજરે,
ખબર નય...!
ખેંચે રૂપાળા ફુલ એના સુંગધી,
એકમાં બીજા હજાર નારંગી,
ખબર નય...!
ઓઢાડી છે ચાદર ભોંયે હરોળી,
જાણે ચંદન સરીખ કેસરઘોળી,
ખબર નય...!
ખેંચે નમણી ડાળ્યુ એ પાતલરી,
કોને ચડાવવા દાદર આગોતરી,
ખબર નય...!
લાગે છે જોતા વેંતજ માયાવી,
નાંખું નજર્યું નોખી મન મનાવી,
ખબર નય...!
પાંહે ઝાડવા તો બીજા ઘણા,
તોયે લાગે મને એકજ નમણાં,
ખબર નય...!
શેનું છે ઝાડ? એની પણ મને,
એને જોતા અડતા ખેંચતું કને,
ખબર નય...!
પૂછું હું આસપાસ જાણસારું,
માળું આવું તે કેવું કામણગારું,
ખબર નય...!
પૂછી જ લીધું શું નામ ભાઈ તારું,
"ગોપાલ"નું "કદંબ" છે નામ મારું.
" જય શ્રી કૃષ્ણ "
🪈 🦚 💙 🙏 🙇
✍️ ગોપાલ સરૈયા