સંધ્યા
આકાશના આંગણે વાદળા ની ભાત છે
સંધ્યાએ સુરજના પ્રકાશની છાંટ છે.....
ઉડીને માળે આવતા પંખીઓના ગાન છે
ઉગતા ચાંદલીયે ચાંદનીના ગાન છે.......
વાતા ધીમા મંદ મંદ મારુતે પુષ્પોની સુવાસ છે
મહેકાતી ધૂપ દીપની કેવી અનેરી સુવાસ છે.....
સંધ્યા એ ખીલીને મંદ પડતો આ પ્રકાશ છે
ધીમેથી આવતો રાત્રિનો આ અંધકાર છે...
જય શ્રી કૃષ્ણ: પુષ્પા એસ.ઠાકોર