Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

❤️🌹 " ભીંજાયેલી યાદો " 🌹 ❤️

કરશો જો યાદ તો હરેક વાત યાદ આવશે,
કરેલી કોઈ અનોખી મુલાકાત યાદ આવશે.

પહેલા વરસાદની સતત ટપકતી બૂંદો વચ્ચે,
હથેળી ઉપર મૂકેલો કોઈ હાથ યાદ આવશે.

વર્ષાના શોરમાં એકાકાર પાયલનો ઝણકાર,
ને કદમથી કદમ મિલાવેલ સાથ યાદ આવશે.

મંદ મંદ લહેરાતા એ ઠંડા પવનમાં મહાલતાં,
ગુજારેલી હસીન એ એક રાત યાદ આવશે.

ઘનઘોર ઘેરાયેલા વાદળ વચ્ચે સેરડો પાડીને,
ધરતી પર ઊતરી આવેલ ચાંદ યાદ આવશે.

અતિશય યાદમાં છલકાઈ જશે આ આંખો,
ભીંજાયેલી એ પ્રણયની જાત યાદ આવશે.

હવે તો જિંદગી વીતી જશે એ જ યાદોમાં,
"વ્યોમ" દિલના એ જઝબાત યાદ આવશે.


✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી) અંજાર. મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 112036808
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now