Gujarati Quote in Motivational by Mansi Desai Shastri

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જય શ્રી કૃષ્ણ

આજે ખૂબ જ ગર્વ, આનંદ અને ભાવુકતા સાથે હું મારા એક એવા ડ્રીમ પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરવા જઈ રહી છું, જે મારા હૃદયની ખૂબ નજીક છે.ગુજરાતી સંગીતના ઈતિહાસમાં કદાચ પ્રથમવાર, એક એવા વિષય પર સંગીતમય સંવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે, જેને સમાજે વર્ષોથી સંકોચ અને રૂઢિઓના પડદા પાછળ રાખ્યો છે
."લાલી" માસિક ધર્મ (Periods), સ્વાસ્થ્ય અને સ્ત્રીત્વના ગૌરવને વંદન કરતી ગુજરાતની સર્વપ્રથમ ૫ ગીતોની કન્સેપ્ટ આલ્બમ સીરિઝ ટૂંક સમયમાં તમારી સમક્ષ આવી રહી છે.

એક માતા પોતાની દીકરીને વ્હાલ, સંસ્કાર અને વિજ્ઞાન સાથે આ શારીરિક બદલાવ સમજાવે છે, ત્યાંથી શરૂ કરીને સ્ત્રી અસ્તિત્વના ઉત્સવ સુધીની આ એક અનોખી સંગીતમય સફર છે.આ સાહસિક અને ક્રાંતિકારી પ્રયાસને આપ સૌના આશીર્વાદ, પ્રેમ અને સાથ-સહકારની અપેક્ષા છે.

કોન્સેપ્ટ અને ગીતકાર (Concept & Lyrics): માનસી દેસાઈ શાસ્ત્રી 'કૃષ્ણસખી'

આલ્બમ સ્ટેટસ: ટૂંક સમયમાં આવી રહ્યું છે (Coming Soon)

#Laali #Period #BreakingTaboos #MenstrualAwareness #Womanhood

Gujarati Motivational by Mansi Desai Shastri : 112036855
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now