મિલન
--------
હું ક્યાં ને,? તું ક્યાં ?
શક્ય ક્યાં હતું.મિલન આપણું.
રહેવું મારું ગામડે.
વસવાટ તારો મોટાં શહેરમાં.
વિરોધી જો ને,! એકબીજાનાં.
ગામડાને,ગમે નહીં શહેર.
ગમે નહીં શહેરને ગામડું.
કેમ થાય મિલન આપણું.?
હશે પરભવની લેણદેણ,
જો ને,મળ્યાં હું ને તું ......
છોડ,નકશાનાં વિસ્તારને.
આ ધરતી ને,આકાશ આપણું.
જીવવું સાથે,મારવું સાથે.
આ કબર,આ જગત આપણું.
નીકળે ભવોભવની લેણદેણ.
મળશું હરભવ આ જગ આપણું.
ભલે ન નીકળે પ્રેમ. કે ન નીકળે નફરત.
નીકળે જો લેણદેણ.
મળવું ને મળવું. શક્ય છે આપણું.
નર્ક આપણું,સ્વર્ગ આપણું.
હોય સ્થળ ગમે તે.
તો મળશું ને જરૂર મળશું.
યમલોક ને મૃત્યુલોક આપણુ.
🖊️જયા.જાની.તળાજા"જીયા"