અચાનક આમ વચોવચથી છોડીને જવું જ હતું,
તો એક વાર કહેવું તો હતું!
આંખોમાં અધૂરાં સપનાં ને હોઠે અટકેલા બોલ મૂકીને જવું જ હતું,
તો એક વાર કહેવું તો હતું!
આ વરસતા વરસાદમાં ચા પણ તારી રાહ જોઈને ઠંડી થઈ ગઈ,
આવી વણપીધી ચા મૂકીને જ જવું જ હતું,
તો એક વાર કહેવું તો હતું!
તું તો ચાલી ગઈ ને પછવાડે આ મૌન હવે બોલવા લાગ્યું,
આમ અચાનક એકલો મૂકીને જવું જ હતું,
તો એક વાર કહેવું તો હતું!
આ બધી તો 'અશોક' ના દિલની એક નાની એવી કંપારી છે,
પણ જો ખરેખર આમ જ જવું જ હતું,
તો બસ... એક વાર કહેવું તો હતું!
©Ashok