માણસ માણસને સમજવા મથતો નથી,
પોતાના અહંકારથી ડગલું ખસતો નથી,
સૌને પોત પોતાની વાત સાચી લાગે છે,
પણ બીજાની લાગણીને સમજતો નથી,
કડવા શબ્દો રોજ ઢગલાબંધ બોલે છે,
પણ થોડુંક મીઠું બોલવા મથતો નથી.
કાચા દોરાની જેમ સંબંધો ખૂબ તૂટે છે,
સાચું કોઈ હૃદયથી મનને જોડતો નથી.
મનોજ નાવડીયા