ચોથું નોરતું
મંદ મનોહર હાસ્યથી
અંધકારમય બ્રહ્માંડની કરી રચના રે.....
કહેવાઈ તેથી તું "કૂષ્માંડા" માત રે.......
સૂર્ય મંડળના ભીતર
તેજોમય લોકમાં તારો વાસ રે............
અષ્ટભુજધારી વાઘ પર તું અસવાર રે.....
કમંડળ,ધનુષ,બાણ,અમૃતકળશ,ગદા,ચક્ર
ને જપમાળા આપના હાથમાં રે............
તારી ભક્તિથી સુખ,શાંતિને સમૃધ્ધિ વધે રે....
સારું રહે સ્વાસ્થ્ય ને કૃપા વરસે
ભક્ત પર માં તારી રે.......................
જય માં કૂષ્માંડા,જય અંબે માં
ચોથા નોરતાની શુભકામના,પુષ્પા એસ ઠાકોર