તારી ને મારી હોય છે કેટલીક ક્ષણો,
જેમાં 'હું' ફક્ત 'હું' રહી શકું છું!
©Shefali Shah
કેટલાક સંબંધો એવા હોય છે, જ્યાં સાથે હોવા માટે શબ્દોની જરૂર નથી પડતી... બસ, એકબીજાની હાજરી જ પૂરતી હોય છે. ❤️
તારી સાથેની કેટલીક ક્ષણો એવી છે, જ્યાં કોઈ આવરણ ઓઢવું નથી પડતું, કોઈ ભૂમિકા ભજવવી નથી પડતી... જ્યાં હું, માત્ર હું બનીને જીવી શકું છું!
કદાચ પ્રેમની સૌથી સુંદર વ્યાખ્યા જ એ છે કે કોઈની હાજરીમાં પોતાની જાતને ગુમાવવી નહીં, બલ્કે પોતાની જાતને વધુ સુંદર રીતે પામી લેવી...! ❤️
કેમ કે દરેક સાથે સમય પસાર થાય છે, પણ કોઈક ખાસ વ્યક્તિ સાથે જ ક્ષણો જીવાતી હોય છે...!
✍️ શબ્દો : Shefali Shah