Prem_222:
મેં જોઈ છે આતુરતા એની આંખ માં.....
આજે કાં કાલે આવશે મારો તારણ હાર,
દુઃખ દર્દ થી પીડાતા એ ગરીબો ની વાણી માં...
મેં જોઈ છે આતુરતા એની આંખ માં.....
બાળપણ ભેગું રહ્યા, જુવાની માં મળવાના કોલ આપી,
રાહ જોઈ બેઠેલી એ પ્રેમની, એ તરૃણીનાં વિરહ માં...
મેં જોઈ છે આતુરતા એની આંખ માં.....
બે રૂપિયા કમાવા ગયેલો શહેર, એ જુવાન દીકરાની,
આવવાની રાહ જોઈ બેઠેલા માબાપનાં દિલમાં...
મેં જોઈ છે આતુરતા એની આંખ માં.....
ચાકરી ગયેલા એના ભરથારની રાહમાં ઊભેલી,
ચારેકોર વરસાદની રેલમછેલ વચ્ચે એના મનમાં...
મેં જોઈ છે આતુરતા એની આંખ માં.....
સરહદ પર યુધ્ધ લડવા ગયેલા યુવાનની ખબર પૂછવા,
વટે માર્ગને વારંવાર પૂછતી એ માં ના દિલ માં...
મેં જોઈ છે આતુરતા એની આંખ માં.....
#આતુર