અનંત આકાશની કોઈ સીમા ના મળી,
કેટલાય જીવનો સમાવ્યા છે,
ધરા જેવી કોઈ જનેતા ના મળી,
એક બીજ નાખોને જીવન મળે,
સૂર્ય,ચંદ્ર અને તારાઓની જેમ કોણ ઝળહળે,
દરિયાની લહેરો અને પવનોને તો જો કેવી મોજ મસ્તી કરે,
આનંદીત વૃક્ષો કેવા ઝુમે ને ફળો આપે,
નદીઓને મળ તો ખબર પડે,
એતો કેવી દરિયાને મળવા રોજ દોડે,
પંખીઓ ઉડીને કેટ કેટલીય લાંબી સફરો ખેડે,
પ્રાણીઓ તો જંગલમાં એકલા જ મોજ મસ્ત રહે,
મનુષ્ય તું પ્રકૃતિ મન બન,
છે ઘણું એ જ બધું તારુ રે..
મનોજ નાવડીયા