ઘરનો બાગ
ઘણા દિવસે મળી હું બાગને
શાંત બની જોતો એ લાગ્યો
લીલાછમ પાંદડા,રંગબેરંગી ફુલો
જોઈ નિહાળી આનંદ મને લાગ્યો
વહેતી ધીમેથી હવા બાગને હસાવતી લાગી
હસ્યો મોગરો,મલકી મધુમાલતી,
લજવાતી લજામણી ને નમેલીએ લતા
ખીલેલા પુષ્પોને ખરેલા પાંદડાને ફૂલો
લહેરાતા ને ઊડતા એ હવામાં
પડેલા બીજ પણ ખીલી ઊઠ્યા,
ફૂટતા અંકુરે કેવા ફૂટડા એ લગતા!
ચી ચી કરતી ચકલી ધીમેથી બોલી
ફૂલસૂંઘણી ઊડી રસ કેવો એ ચૂસતી
સુંદર પુષ્પો,સુંદર લતા,સુંદર મારો બાગ
તેની મીઠી ફરિયાદ જાણે મળી થઈ દૂર
ખેંચે હૃદયના તાર તું રોમે રોમમાં તારી
સુંદરતાનો છે",પ્રકૃતિ" તારો ધબકાર!
જય શ્રી કૃષ્ણ:પુષ્પા એસ ઠાકોર