નાનકડો પ્રવાસ
કાચા,પાકા રસ્તાનો નાનકડો પ્રવાસ
એકલા કર્યો મેં એક નાનકડો પ્રવાસ...
ખાલી સુમસામ રસ્તા,એકલા નિહાળ્યા
કેવા શાંત એ,આવતા સૂર સાંભળ્યા...
વાતો કરતો વાયુ સૌ સંગાથે
લહેરાતી મલકાતી કેવી વનરાજી
પંખીઓના મીઠા મધુર કલશોર
કળા કરંતો મોરલો ને
થનગનતી પેલી ઢેલડ...........
નાના જીવજંતુ પણ વિહાર કરતા કેવા
ડાળે બેસી ગોષ્ટી કરતા
પેલા પંખીના જોડલા
છાંયે બેઠેલા પ્રાણીઓને
ઉડાઉડ કરતા ભમરાને પતંગિયા....
રસ્તે ભરાયેલું ખાબોચિયું
તેમાં છબછબીયા કરતા કેવા પારેવા
કોરી થયેલી રેતીમાં
રગડતા તેતરા ને ચકલા
સુરજ પણ મસ્તીમાં જાણે
રમતો સંતા કુકડી.......
નાના મોટા વીજ થાંભલા પણ
ઊંચેથી જોયા કરતા
આ સૌ જીવોની ગપસપ
રંગબેરંગી પતંગિયા પણ ઉડાઉડ કરતા
સ્પર્શી સૌને કેવા આનંદથી ઊડતા.......
સાંકડા રસ્તે ઘટાદાર ઝાડવા કેવા
સજાયેલી જાણે છત
એવા સજીને વળાંકે ઊભા
વરસતા વરસાદે પાંગર્યા વેલા બધા
ઝાડવાની ઊંચાઈએ આંબી
ઝાડવા ને ઢાંકી રહ્યા......
સવારે જાગી વનરાજીને
પશુ પંખી સૌ ગોષ્ટી કરતા
સાંજે પોઢતી વનરાજી ને
જાગતા રાતના પંખીડા
ટરરરરર કરતાં તમારા બોલતા
મચ્છર ગણ ગણ કરતા
ધીમું સંગીત રેલાવતા સૌની સંગાથે......
રસ્તે નિહાળી સૌની
મૌન વાતચીત......
તેથીજ કહેવાયું છે કે,
"વિશાળે જગ વિસ્તારે નથી
એક જ માનવી
પશુ છે પંખી છે પુષ્પોની છે વનસ્પતિ"
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર