" તારા વિના "
જિંદગી છે અંધકાર, તારા વિના;
આ જીવન છે પડકાર, તારા વિના;
તારા વિના જીવન પણ શું જીવન?
એક સૂનો છે સંસાર, તારા વિના;
તું છે તો જ હૃદય આ સાબૂત છે,
નર્યો એ છે કાટમાળ, તારા વિના;
રણ વચાળે તું એક મીઠી વિરડી,
જગ આખું છે ભેંકાર, તારા વિના;
તારા સંગ હર દિવસ છે તહેવાર,
હર ઉત્સવ છે બેકાર, તારા વિના;
જીવન સફર તારા સાથે છે રંગીન,
બે-રંગીન છે સવાર, તારા વિના;
પ્રણયમાં ઝંપલાવ્યું સ્નેહ સાગરમાં,
નાવ એમાં છે મઝધાર, તારા વિના;
ભૂલવું તને ક્યાં આસાન છે? "વ્યોમ"
સ્મરણ તારું છે વારંવાર, તારા વિના;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.