હમણાં નેપાળ ને લઈ ને અત્યારની જનરેશન જેને Gen Z કહેવામાં આવે છે તેની વાતો થવા લાગી છે..
તો જાણો આ જનરેશન વિશે
1.સાયલન્ટ જનરેશન (Silent Generation)
જન્મ વર્ષ: 1928–1945
લક્ષણો: પરંપરાગત, મહેનતુ, દ્વિતીય વિશ્વયુદ્ધ અને તેના બાદના સ્થિર સમયમાં ઘડાયેલી
અન્ય નામ: "લકી ફ્યુ" (The Lucky Few)
2. બેબી બૂમર્સ (Baby Boomers)
જન્મ વર્ષ: 1946–1964
લક્ષણો: આર્થિક વૃદ્ધિના સમયમાં ઉછરેલા, મહેનતને મહત્વ આપતા, ડિસિપ્લિન માં માનવા વાળા અને કુદરતી સંપદા થી જીવવા વાળા.
3.જનરેશન X (Generation X)
જન્મ વર્ષ: 1965–1980
લક્ષણો: સ્વતંત્ર, ટેક્નોલોજી અપનાવનારા, થોડી શંકાશીલ વૃત્તિ ધરાવતા; કમ્પ્યુટરોના ઉદય અને છૂટાછેડા કેસ ની શરૂઆત ના સમયમાં ઉછરેલા
4. મિલેનિયલ્સ (Generation Y)
જન્મ વર્ષ: 1981–1996
લક્ષણો: ટેકનોલોજી આધારિત જીવવા વાળા , વસ્તુઓ કરતાં અનુભવોને મહત્વ આપનાર, ઈન્ટરનેટ અને સ્માર્ટફોન સાથે ઉછરેલા
5.જનરેશન Z (Gen Z / Zoomers)
જન્મ વર્ષ: 1997–2012 (કેટલાક અનુમાન મુજબ 1995–2010)
લક્ષણો: ડિજિટલ ટેકનોલજી માં જ જીવવા વાળા, આત્મસાતત્વ અને માનસિક આરોગ્યને મહત્વ આપનારા
6.જનરેશન અલ્ફા (Generation Alpha)
જન્મ વર્ષ: 2013–2025
લક્ષણો: જન્મથી જ AI, સ્માર્ટ ટેક અને વોઈસ આસિસ્ટન્ટ્સ સાથે ઉછરતાં; અત્યાર સુધીની સૌથી ટેક્નોલોજીકલ પેઢી પણ આવનારી પેઢી આ લોકો ને પણ ટેક્નોલોજી માં હંફાવી દેશે..
7.(આવી રહી છે) જનરેશન બીટા (Generation Beta)
જન્મ વર્ષ: આશરે 2025 પછી
લક્ષણો: હજી ઘડી રહી છે; AI, ઓટોમેશન અને વૈશ્વિક પરિબળો જેમ કે હવામાન પરિવર્તન વચ્ચે ઉછરશે
નોંધ: હું પોતે જનરેશન Y મતલબ Gen Y સમાજ માં આવું છું તમે??