ભૂલીને સો એકડા ફરીથી એકડો ઘૂંટો.
આવી ગૈ અવસ્થા ફરીથી એકડો ઘૂંટો.
આવડે છે બધું એ વાત હવે તમે ભૂલો,
મેલી દો તમે શું હતા ફરીથી એકડો ઘૂંટો.
બાળપણ કે ઘડપણ સરખાં જ હોવાનાં,
મૂકી દૈ આપણી કથા ફરીથી એકડો ઘૂંટો.
વહેંચવાનો નથી અનુભવ આપણો કોઈને,
જનમ ગુમાવો નૈ વૃથા ફરીથી એકડો ઘૂંટો.
શરીર પણ સાથ ના આપે એવી વય છે આ,
ભજવાના હરિ એ પ્રથા ફરીથી એકડો ઘૂંટો.
વરસ બોનસના મળ્યાં માની જીવવાનું છે,
ના કહો કોઈને કદી વ્યથા ફરીથી એકડો ઘૂંટો
સાધનધામને દ્વાર છે મોક્ષનું આ શરીર તો,
તનકાળજીને હરિવર તથા ફરીથી એકડો ઘૂંટો.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.