Gujarati Quote in Blog by Riddhi Gori

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"હું કોઈને ગમુ કે ન ગમુ શુ ફરક પડે?"

હવે હું કોઈને ન ગમું તો યે શું ફરક પડે છે…
કારણ કે ગમવું કે ન ગમવું એ તો અન્ય ના મનની પસંદગીની વાત છે,

અને હવે મારે એ પસંદગીની પરીક્ષામાં
ખરા નથી ઉતરવું,
મારા અસ્તિત્વની કિંમત બીજાના સ્વીકારમાં નથી,
પણ મારી પોતાની અંદરની શાંતિમાં છે…

જો કોઈને હું ન ગમું, તો એ તેમનો દ્રષ્ટિકોણ છે,
મારી હકીકત નહીં…

મારે હવે કોઈના approval નથી જોઈતા,
કોઈ મારી પ્રશંસા કરે એવી ઈચ્છા નથી મને…

મારા માટે હું "હું" છું ને એ જ પૂરતું છે,
હું મારી આત્માના અવાજને સાંભળી શકું છું,
એને અનુસરી શકું છું એ જ મારી સાચી જીત છે…!!

-Riddhi
-Gori 💙🤍

Gujarati Blog by Riddhi Gori : 112018722
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now